OpenAI

10 એપ્રિલ, 2026

OpenAI અકાદમી

AIનો જવાબદાર અને સુરક્ષિત ઉપયોગ

ChatGPTનો સુરક્ષિત અને અસરકારક ઉપયોગ કરવા માટેની શ્રેષ્ઠ પદ્ધતિઓ શીખો.

AI એક પરિવર્તનકારી નવી ટેક્નોલોજી છે, જે જ્ઞાન આધારિત કામનું સ્વરૂપ બદલી રહી છે. ChatGPTને કાર્યરત રાખતાં વિશાળ ભાષા મોડલ (એલએલએમ)ને જાહેરમાં ઉપલબ્ધ મોટા પ્રમાણમાં લખાણ અને અન્ય ડેટા પર તાલીમ આપવામાં આવે છે, જેથી તે માનવી જેવી ભાષાનું અનુમાન કરી શકે અને તેને રચી શકે. આનાથી તે મુસદ્દા બનાવવા, સારાંશ તૈયાર કરવા, નવા વિચારો શોધવા અને પ્રશ્નોના જવાબ આપવા જેવાં કાર્યોમાં મદદ કરી શકે છે, જેથી લોકો વધુ કાર્યક્ષમ અને સર્જનાત્મક રીતે કામ કરી શકે.

આ ટેક્નોલોજી સતત વિકસી રહી છે, ત્યારે AIનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરવો જરૂરી છે. આ મોડલ ક્યારેક ખોટી માહિતી આપી શકે છે. તેનાં પરિણામોનો સાવચેતી વિના ઉપયોગ કરવામાં આવે તો તેમનો દુરુપયોગ પણ થઈ શકે છે. આર્ટિફિશિયલ જનરલ ઇન્ટેલિજન્સ (AGI)નો લાભ સમગ્ર માનવજાતને મળે તે સુનિશ્ચિત કરવાનું OpenAIનું ધ્યેય છે. આ લક્ષ્ય હાંસલ કરવા માટે દરેક વ્યક્તિ તેનો સુરક્ષિત અને વિચારપૂર્વક ઉપયોગ કરે તે જરૂરી છે. આ પૃષ્ઠ પરનાં સૂચનો ChatGPT વાપરતી દરેક વ્યક્તિને તેના સુરક્ષિત અને અસરકારક ઉપયોગ માટેની શ્રેષ્ઠ પદ્ધતિઓ અનુસરવામાં મદદ કરવા માટે છે.

કાર્યસ્થળની અને OpenAIની નીતિઓનું પાલન કરો. જો તમે કામ પર ChatGPTનો ઉપયોગ કરો છો, તો તમારી કંપનીના નિયમોને પ્રાથમિકતા આપો. તેથી કામ માટે ChatGPT વાપરતાં પહેલાં તમારી સંસ્થાની AI અંગેની નીતિઓ તપાસો. જવાબદાર ઉપયોગ અંગે વધુ માર્ગદર્શન માટે તમે OpenAIની ઉપયોગ નીતિઓ⁠ પણ જોઈ શકો છો.

મહત્ત્વનાં કામમાં માનવીય દેખરેખ રાખો. ChatGPT ખોટી માહિતી આપી શકે છે⁠(નવી વિન્ડોમાં ખૂલે છે) અથવા તેની માહિતી જૂની હોઈ શકે છે, કારણ કે તે તાલીમમાં વપરાયેલા ડેટાની ભાતના આધારે જવાબો તૈયાર કરે છે. આ ડેટામાં સૌથી નવી માહિતી ન પણ હોય અથવા તેમાં ભૂલો હોઈ શકે છે. મહત્ત્વની હકીકતો હંમેશાં વિશ્વસનીય સ્રોતો સાથે ફરી તપાસો અને અંગૂઠો નીચે દર્શાવતા બટન વડે ભૂલો દર્શાવવામાં સંકોચ ન રાખો.

પૂર્વગ્રહો અને દૃષ્ટિકોણ પર ધ્યાન આપો. ⁠(નવી વિન્ડોમાં ખૂલે છે)મોડલ પૂર્વગ્રહોથી મુક્ત ન પણ હોય⁠(નવી વિન્ડોમાં ખૂલે છે), તેથી મળેલાં પરિણામો હંમેશાં કાળજીપૂર્વક તપાસો અને જરૂર પડે ત્યારે તારણોનું તટસ્થ રીતે મૂલ્યાંકન કરો. પૂર્વગ્રહો ઘટાડવા માટે અમે સતત સંશોધન કરી રહ્યા છીએ અને તેમાં સુધારો કરવા માટેના તમારા પ્રતિસાદને આવકારીએ છીએ.

કાનૂની, તબીબી કે નાણાકીય સલાહ નિષ્ણાત પાસે ચકાસાવો. ChatGPT કોઈ લાઇસન્સપ્રાપ્ત વ્યાવસાયિક નથી. તે સંવાદ કરી શકતી AI છે, જે ડેટાની ભાતના આધારે જવાબો આપે છે અને લાયકાત ધરાવતા વ્યાવસાયિકોના માર્ગદર્શનનો વિકલ્પ નથી. એટલે ChatGPTની સલાહ હંમેશાં તમારી પરિસ્થિતિ માટે યોગ્ય હોય એવું નથી. આરોગ્ય, કાયદા કે નાણાં જેવી બાબતોમાં મહત્ત્વના નિર્ણયો લેતી વખતે, કોઈ પગલું ભરતાં પહેલાં હંમેશાં લાયકાત ધરાવતા નિષ્ણાતની સલાહ લો અથવા તમારી સંસ્થાની નીતિઓને અનુસરો.

ChatGPTના ઉપયોગ વિશે પારદર્શક રહો. જો તમારા નોકરીદાતા કે શાળા તમારી પાસે કામમાં AIનો ઉપયોગ કર્યો હોવાની જાણ કરવાની અપેક્ષા રાખતાં હોય, તો વાતચીતની લિંક્સ⁠(નવી વિન્ડોમાં ખૂલે છે) અથવા નોંધો સાચવી રાખો, જેથી અન્ય લોકો સમજી શકે કે ChatGPTએ શું યોગદાન આપ્યું છે.

બીજી વ્યક્તિનો અવાજ કે ડેટા શેર કરતાં પહેલાં તેની સંમતિ મેળવો. ⁠(નવી વિન્ડોમાં ખૂલે છે)રેકોર્ડ મોડ⁠(નવી વિન્ડોમાં ખૂલે છે) (જો તમારા વર્કસ્પેસના સંચાલકે ચાલુ કર્યો હોય) અને તેના જેવી અન્ય સુવિધાઓ વ્યક્તિગત માહિતી એકત્રિત કરી શકે છે. કોઈ પણ રેકોર્ડિંગ માટે બધા સહભાગીઓ સંમત હોય તેની ખાતરી કરો અને આ સુવિધાઓ વાપરતી વખતે તમારી સંસ્થાની નીતિઓનું પાલન કરો.

પ્રતિસાદ આપો અને નીતિ સંબંધિત સમસ્યાઓની જાણ કરો. અસુરક્ષિત કે ખોટા જવાબોની જાણ કરવા માટે અંગૂઠો નીચે દર્શાવતું બટન અથવા જાણ કરવાની પ્રક્રિયાનો ઉપયોગ કરો. તમારો પ્રતિસાદ સૌ માટે સુરક્ષા સુધારવામાં મદદ કરે છે⁠(નવી વિન્ડોમાં ખૂલે છે).

અદ્યતન જવાબો માટે શોધ અથવા ડીપ રિસર્ચનો ઉપયોગ કરો. જ્યારે તાજી માહિતી જરૂરી હોય, ત્યારે શોધ⁠(નવી વિન્ડોમાં ખૂલે છે) અથવા ડીપ રિસર્ચ⁠(નવી વિન્ડોમાં ખૂલે છે) ચાલુ કરો, જેથી ChatGPT વર્તમાન સ્રોતોમાંથી માહિતી મેળવી શકે. જવાબો પર આધાર રાખતાં પહેલાં સંદર્ભો તપાસો, લિંક્સ ખોલો અને વિગતોની ખરાઈ કરો.

OpenAI અકાદમી સાથે શીખવાનું ચાલુ રાખો

વ્યવહારુ AI કૌશલ્યો બનાવવામાં તમારી મદદ કરવા માટે વધારાના માર્ગદર્શિકાઓ અને સંસાધનો શોધો.